તાજેતરમાં યોજાયેલી સમગ્ર ગુજરાતની તમામ સી.બી.એસ.ઈ. સ્કૂલોની ક્લસ્ટર સ્પર્ધા(એથ્લેટિક્સ, ખો- ખો તેમજ ક્રિકેટ) એવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ વિદ્યાપીઠ, કરમસદ કે જે માત્ર દીકરીઓ માટેની રેસિડેન્સિઅલ સ્કૂલ છે, તેમાં અભ્યાસ કરતી દીકરીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સી.બી.એસ.ઈ. ક્લસ્ટરમાં એથ્લેટિક્સની સ્પર્ધા SGVP School, ગોંડલમાં યોજાઈ હતી. જેમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠની દીકરીઓ કુલ 25 મેડલ(17-ગોલ્ડ, 3-સિલ્વર, 5-બ્રોન્ઝ) સાથે અંડર-19ની ટીમ ચેમ્પીઅન બની હતી. તો બરછી ફેંકમાં સિલ્વર અને ડિશ ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેલવ્યો હતો. ખો-ખો(સી.બી.એસ.ઈ. ક્લસ્ટર)ની સ્પર્ધા જે અંકલેશ્વરમાં યોજાઈ હતી. જેમાં પણ સ્વામિનારાયણ વિદ્યાપીઠની અંડર-14ની દીકરીઓએ બીજો નંબર મેળવ્યો હતો.
તો ક્રિકેટ (સી.બી.એસ.ઈ. ક્લસ્ટર)ની સ્પર્ધા કે જે મોરબીમાં યોજાઈ હતી, તેમાં પણ આ સ્કૂલની દીકરીઓ 5-ગોલ્ડ, 5-સિલ્વર અને 1-બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું તેમજ માતા-પિતાનું નામ રોશન કર્યું છે. સાથોસાથ આ દીકરીઓમાંથી કુલ 5 દીકરીઓ નેશનલમાં રમવા માટે સિલેક્ટ થઈ છે.
વિશેષમાં સમગ્ર ગુજરાતમાં દીકરીઓ માટેની રેસિડેન્સિઅલ સ્કૂલોમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ, કરમસદ એકમાત્ર એવી સ્કૂલ છે જેની વિદ્યાર્થીનીઓ સી.બી.એસ.ઈ. ક્લસ્ટરમાં યોજાયેલી સ્પર્ધાઓમાં ત્રણ ઇવેન્ટમાં મેડલ લઈ આવી છે. આ વિદ્યાર્થીની, શાળા તેમજ તેમના માતા-પિતા માટે એક ગૌરવની વાત છે. શાળાના ડાયરેક્ટર સંદિપભાઈ રાવ તથા આચાર્યા ભાગ્યશ્રી ગાજરિયાએ આ વિદ્યાર્થીનીઓ તથા શાળાના રમતના શિક્ષક પ્રવીણકુમાર મિશ્રાને અભિનંદન પાઠવ્યા છે.

