HomeGujaratવાંકાનેરના જૂના લુણસરીયા પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન

વાંકાનેરના જૂના લુણસરીયા પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન

આજ રોજ તારીખ 1 સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર ના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના મૌલિકભાઈ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જૂના લુણસરીયા પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

શાળામાં કુલ 108 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 4 થી 8ના મળીને કુલ 52 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં ડૉ.વિશાલ શીલુંએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ ત્યાર બાદ વ્યસન કરવાથી સમાજ પર થતી અસરો તથા આર્થિક નુકશાન અંગે આંકડાકીય માહિતી સાથે માર્ગદર્શન આપ્યું.

જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડૉ.વિશાલ શીલું, ડો.બંશી થોરિયા , FHW અફસાના માલકિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ. શાળાના આચાર્ય યશપાલસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કર્યો તથા કાર્યક્રમના અંતે અફસાના માલકિયા દ્વારા વ્યસન ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW