HomeGujaratમોરબીમાં મરણ પથારીએ ચાલતી સીટી બસ સર્વિસ ફરી જીવંત થશે ?30...

મોરબીમાં મરણ પથારીએ ચાલતી સીટી બસ સર્વિસ ફરી જીવંત થશે ?30 બસ દોડાવવા આયોજન

મોરબી નગર પાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે ચૂંટાયેલી બોડી દ્વારા ખાનગી એજન્સીની મદદથી શહેરમાં સીટી બસ સેવા શરુ કરી હતી એક સાથે મોટી સંખ્યામાં બસ સુવિધા હોવાથી મોટાપાયે શહેરીજનોએ સેવાને આવકારી હતી જોકે ધીમે ધીમે બસની સંખ્યા ઘટી અને પાલિકા સુપર સીડ થયા બાદ તેનું પેમેન્ટ અટકી જતા સુવિધા સંપૂર્ણ પણે બંધ થઇ ગઈ બાદમાં પાલિકાએ બે બસ દોડાવી સીટી બસથી સેવા શરુ કરવાનો પ્રયાસ કર્યો પણ તંત્ર સફળ થઇ શક્યું નથી ત્યારે ફરી એકવાર મનપાએ સીટી બસ સેવા શરુ કરવા પ્રયાસ આદર્યો છે મનપા દ્વારા ફરી એકવાર  સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના  સીટી બસ સેવા શરુ કરવા ટેન્ડર પ્રકિયા હાથ ધરી છે અને આ ટેન્ડર ઓનલાઈન મુક્યું છે મનપા દ્વારા નવા ભળેલા વિસ્તારને આવરી લેતા વિસ્તારના અલગ અલગ રૂટ પર 30 બસ શરુ કરશે જેના માટે 78 બસ સ્ટોપ 38 રીક્વેસ્ટ સ્ટોપ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હાલ આ ટેન્ડરમાં મનપા એ સીટી બસ સેવા માટે  7 વર્ષ કરારની શરત મૂકી છે
હાલ મનપા દ્વારા આ સીટી બસ સેવા માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરી છે જોકે હવે કેટલી એજન્સી આ સેવા માટે રસ દાખવે છે અને તેમાંથી કઈ એજન્સી સિલેક્ટ થશે તેમજ શું પ્રકિયા થશે તે સંપૂર્ણ પ્રકિયા પૂર્ણ થયા બાદ જ સામે આવી શકશે
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW