વાંકાનેર તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે મહિકા ગામે દરોડો પાડ્યો હતો. મહિકા ગામની ધાર પાસે જાહેરમાં જુગાર રમતા અમરશીભાઇ વેલાભાઇ સાકરિયા, ઉદયભાઇ કિરીટભાઇ પઢારીયા, લાખાભાઇ પુંજાભાઇ ધોળકીયા, વિનોદભાઇ લાલજીભાઇ ધોળકીયા, ભુદરભાઇ ગોવિંદભાઇ ચાવડા, કરશનભાઇ ધરમશીભાઇ ધરજીયા, દિનેશભાઇ સુખાભાઇ મુંધવા, કાળુભાઇ ઉર્ફે હસમુખભાઇ મગનભાઇ દેવીપુજક અને વશરામભાઇ વાલજીભાઇ ચૌઠાણને રોકડા રૂ. 14,700ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

