મોરબીના માધાપરમાં રહેતા કાલુભા ગોવિંદભાઈ ગુઢડા નામના આધેડ ગઈકાલના રોજ પોતાના ઘરે ફળીયામાં બાંધેલ ગાયોને દોવા જતા હતા. તે વખતે ફળીયાની દિવાલમાં લાગેલ ઈલેક્ટ્રીક બોર્ડને અડી જતાં ઈલેક્ટ્રીક શોક લાગતા શરીરે ગંભીર ઈજા થતા 108 મારફતે સરકારી હોસ્પિટલમાં સારવારમાં અર્થે ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

