કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં ઓનલાઈન ગેમિંગ બાબતે ઠરાવ લાવ્યા ના ગણતરીના દિવસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2025 પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્પોન્સર એવી ડ્રીમ 11 દ્વારા સ્પોન્સર શીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા માટેનું બિલ પસાર થઈ ગયું છે, તેથી BCCI અને ડ્રીમ-11 હવે સાથે રહેશે નહીં. BCCI ભવિષ્યમાં આવી કોઈ (ઓનલાઈન ગેમિંગ) કંપની સાથે સંકળાયેલું રહેશે નહીં.
આ બિલ ડ્રીમ 11 જેવા રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકે છે. ડ્રીમ 11 એ 2023માં BCCI સાથે 358 કરોડ રૂપિયામાં ત્રણ વર્ષનો સ્પોન્સરશિપ કરાર કર્યો હતો.
ડ્રીમ11 ને BCCI સાથેના સ્પોન્સરશિપ સોદાને વહેલા સમાપ્ત કરવા બદલ દંડ ચૂકવવો પડશે નહીં, કારણ કે આ સોદામાં એક ખાસ કલમ સામેલ છે. એમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી કાયદો પ્રાયોજકના મુખ્ય વ્યવસાયને અસર કરે છે, તો તેમને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. સરકારના નવા કાયદામાં રિયલ-મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ડ્રીમ11ના મુખ્ય વ્યવસાયને અસર કરે છે. આ કારણે ડ્રીમ11 સ્પોન્સરશિપ કરાર સમાપ્ત કરી શકે છે
ટાટા-રિલાયન્સ જેવી કંપની નવી સ્પોન્સર બને તેવી સંભાવના
ભારતીય ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સરશીપ લેનાર ટીમ નો કોન્ટ્રકટ રદ થઇ જતા હવે નવા સ્પોન્સરની શોધખોળ શરુ થઇ ગઈ છે BCCI દ્વારા અલગ અલગ સ્પોન્સરનો સંપર્ક કરી શકે ત્યારે ટાટા ગ્રુપ, રિલાયન્સ અને અદાણી ગ્રુપ જેવી જૂની કંપનીઓ મજબૂત દાવેદાર છે. ટાટા પહેલાંથી જ IPL ના સત્તાવાર પ્રાયોજક છે. રિલાયન્સ જિયો રમતગમત પ્રાયોજકતા અને પ્રસારણ અધિકારોમાં સામેલ છે. અદાણી ગ્રુપે રમતગમત સાહસોમાં પણ રોકાણ કર્યું છે


