HomeGujaratમોરબીમાં લોહાણા સમાજના યુવક-યુવતીઓ માટે વેવિશાળ માહિતી કેન્દ્ર શરુ

મોરબીમાં લોહાણા સમાજના યુવક-યુવતીઓ માટે વેવિશાળ માહિતી કેન્દ્ર શરુ

મોરબીના જલારામ ધામ ખાતે લોહાણા સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે વિનામુલ્યે જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ત્રણ સપ્તાહથી દર રવિવારે કાર્યરત છે, ત્યારે માત્ર ત્રણ સપ્તાહમાં જ પ્રથમ વેવિશાળ સંસ્થાના સંચાલકો હરીશભાઈ રાજા(કાર્યવાહક પ્રમુખ- લોહાણા મહાજન-મોરબી) કાશ્મીરાબેન કારીયા, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી તથા નરેન્દ્રભાઈ પાઁઉના પ્રયત્નોથી યોજાયુ છે.

મોરબી નિવાસી સ્વ.પ્રવિણભાઈ જાદવજીભાઈ રાચ્છ તથા ગં.સ્વ.હર્ષાબેન પ્રવિણભાઈ રાચ્છની સુપુત્રી ચિ.શ્રધ્ધાનું વેવિશાળ પાટડી નિવાસી પ્રવિણભાઈ તલખશીભાઈ ઠક્કર તથા શીતલબેન પ્રવિણભાઈ ઠક્કર ના સુપુત્ર ચિ.મિહીર સાથે યોજાયું છે, ત્યારે સંસ્થાના સંચાલકો તથા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, પ્રતાપભાઈ ચગ, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા સહીતનાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓએ બંને પરિવાર ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.

જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે 5 થી 7 દરમિયાન મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે કાર્યરત રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ યાદી માં જણાવ્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW