હળવદ તાલુકામાં ગત રાત્રીથી વરસાદી માહોલ સર્જાયો છે. શનિવારે દિવસ દરમિયાન છુટા છવાયા ઝાપટા બાદ રાત્રીના સમયે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે પણ હળવદ તાલુકામાં ધીમી ગતિએ વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, વરસાદી માહોલ વચ્ચે હળવદ તાલુકાના જુના ધનાળામાં એક મકાનની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી, સદનસીબે બનાવમાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ મકાન રાજુભાઈ વિઠ્ઠલભાઈ દેવીપુજકનું હોવાનું સામે આવ્યું છે.
હળવદના જુના ધનાળામાં મકાનની દીવાલ ધડાકાભેર તૂટી પડી, સદનસીબે કોઈ જાનહાની નહી
RELATED ARTICLES

