મોરબી જિલ્લામાં ગતરાત્રીથી વરસાદી માહોલ સર્જાયો છે. દિવસ દરમિયાન રાત્રીના સમયે માળિયા અને હળવદ તાલુકાના ગામડાઓમાં વરસાદનું જોર વધ્યું હતું. માળિયા તાલુકામાં સાંજે 6 થી 8 દરમિયાન 58 મીમી, હળવદ તાલુકામાં 9 મીમી વરસાદ નોધાયો હતો.
જયારે ટંકારા તાલુકા 8 થી 10 દરમિયાન 22 મીમી વાંકાનેર તાલુકામાં 7 મીમી અને હળવદમાં 11 મીમી વરસાદ નોધાયો હતો. શનિવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 21.8 મીમી વરસાદ નોધાયો હતો. રવિવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત રહયો છે. માળિયામાં તેમજ હળવદ પંથકમાં વરસાદી ઝાપટા વારસિયા હતા, જયારે મોરબી શહેરમાં સવારે 10 થી 12 સમય દરમિયાન મુશળધાર 48 મીમી વરસાદ નોધાયો હતો. જયારે ટંકારામાં 32 મીમી, વાંકાનેરમાં 24 મીમી અને હળવદમાં 6 મીમી વરસાદ નોધાયો હતો.
મોરબી શહેરમાં થયેલા 2 ઇંચ વરસાદમાં જ અલગ-અલગ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગ એવા શનાળા રોડ પર સરદારબાગ થી મહેશ હોટલ સુધીના રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પાડ્યો હતો.

