HomeGujaratવાંકાનેરમાં જૂની અદાવતને લઈ બે પરિવારો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે...

વાંકાનેરમાં જૂની અદાવતને લઈ બે પરિવારો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યું, સામસામે ફરિયાદ

વાંકાનેરમાં જૂની અદાવત ને લઈ બે પરિવારો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યું. સામસામે ફરિયાદ
વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા બે પરિવાર વચ્ચે જૂની અદાવત ને લઈ માથાકૂટ થઈ હતી જે બાદ બંને પરિવારો ના સભ્યોએ એકબીજા પર ટીકા પાટો અને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જે અંગે બંને પરિવાર દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા પરેશભાઈ મહેશભાઈ પતલીયા નામના યુવાનને તેના વિસ્તારમાં રહેતા મંજુબેન જીવાભાઈ કોમલબેન રાહુલભાઈ અને રાહુલભાઈ જીવાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપીઓ દ્વારા લાકડાના ધોકા વડે આડેથડ માર મારી તેમજ ટિક્કા પાટુ વડે માર માર્યો હતો જ્યારે આરોપી રાહુલ ત્રણ દ્વારા પરેશભાઈ નું ગળું પકડી નીચે પાડી દીધા હતા અને પ્રાઇવેટ પાર્ટ દબાવી બીજા પહોંચાડી હતી. જે બાદ તે પરેશભાઈને સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એ સવિતાબેન મહેશભાઈ પતરિયા અલ્પેશ મહેશભાઈ પતરિયા અને પરેશ મહેશભાઈ પતરિયા સામે પથ્થરનો છૂટો ઘા કરી બીજા પહોંચાડવાની તેમજ લાકડાના ધોકા વડે માર મારવાની ફરિયાદ નોંધાવી છે બંને પરિવારો વચ્ચે અગાઉ કોઈ બાબતે માથાકૂટ થઈ હોય અને તેના જ મન દુઃખમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે હાલ આ અંગે વાંકાનેર સીટી પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW