HomeNationalEDએ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ધરપકડ કરી, દરોડામાં12 કરોડ રોકડા અને...

EDએ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ધરપકડ કરી, દરોડામાં12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની શનિવારે સિક્કિમથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વીરેન્દ્રની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીનો આરોપ છે. શુક્રવારે ઇડીએ વીરેન્દ્રના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન તપાસ એજન્સીને 12 કરોડ રૂપિયા રોકડા અને 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના મળી આવ્યા હતા. 1 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. ચાર વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

કેસી વીરેન્દ્ર કર્ણાટકના ચિત્રદુર્ગ વિધાનસભાના ધારાસભ્ય છે. એવું કહેવાય છે કે ગોવામાં કેસિનોના કારોબારમાં ધારાસભ્યનો હિસ્સો છે. તેઓ લગભગ પાંચ કેસિનોના માલિક છે, જેમાં પ્રખ્યાત પપીઝ કેસિનોનો પણ સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW