HomeGujaratમોરબીના ધોળેશ્વર સ્મશાનનો જીર્ણોધ્ધાર કરવા હ્યુમન રાઈટ એસો.ના સેક્રેટરીની માગ

મોરબીના ધોળેશ્વર સ્મશાનનો જીર્ણોધ્ધાર કરવા હ્યુમન રાઈટ એસો.ના સેક્રેટરીની માગ

મોરબીશહેરના વિસીપરા મેઈન રોડ થી અમરેલી તરફ જતા રોડ પર આવેલામાં રાજાશાહી વખતનું  ધોળેશ્વર સમશાન આવેલ છે.  સ્થળ પાસે  પ્રાચીન  ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. અહી જ મોરબી સ્ટેટ સમય નું  સમશાન અને  ગોસ્વામી સમાજ નું સમશાન પણ આવેલ છે .જોકે આ સ્થળની પુરતી જાળવણી ન થવાના કારણે  હાલ માં આ  સમશાન સાવ જર્જરિત હાલતમાં થઇ ગયેલ છે. હાલમાં કોઈ માનવ સબ ને અગ્નિ સંસ્કાર દેવામાં હોય તો મુશ્કેલી પડી રહી છે.
  આ સ્મશાનનું સંચાલન મોરબી ની પાંજરાપોળ સંસ્થા હસ્તક છે. આ સ્મશાન નો ઉપયોગ મોરબીના ઘણા વિસ્તાર ના લોકો કરી રહ્યા છે. હાલ અલગ અલગ વિસ્તારના સ્મશાન આધુનિક થઇ રહ્યા છે જેના કારણે કોઈ દિવંગત વ્યક્તિની  સન્માન પૂર્વક અંતિમ ક્રિયા કરી શકાય  ત્યારે સ્મશાનનું આધુનિકરણ કરીને ગેસ આધારિત સમશાન બનવવામાં આવે  તેમજ  એક પ્રાર્થના હોલનું આયોજનની જરૂરિયાત  જો  મહાનગર પાલિકા દ્વારા આ અંગે નો યોગ્ય વિચાર  કરવામાં આવે તો ત્યાં આવતા મૃતદેહ ની અંતિમ ક્રિયા કરવામાં સરળતા રહે જેથી આ બાબતે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ મોરબી મનપા કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW