HomeGujaratબોગસ વારસદાર એન્ટ્રી આધારે હળવદના ખોડ ગામમાં થયેલી એન્ટ્રી રદ કરી જમીન...

બોગસ વારસદાર એન્ટ્રી આધારે હળવદના ખોડ ગામમાં થયેલી એન્ટ્રી રદ કરી જમીન શ્રી સરકાર કરવા કલેકટરે કર્યો આદેશ

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં  બોગસ વારસાઈ એન્ટ્રી આધારે વારસાઈ એન્ટ્રી થયા અને તેના આધારે  અતુલ જોશી અને અન્ય વારસદાર ના નામે હળવદ તાલુકાના ખોડ ગામમાં જમીન ખરીદવામાં આવી હતી જે અંગેનો કેસ કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા ચલાવવામા આવ્યો હતો. અને આજે તેમાં ખોડ ગામની જમીન શ્રી સરકાર કરવા કલેક્ટરે આદેશ કર્યો હતો અને તમામ વારસદાર ને બિન ખેડૂત જાહેર કરી તેઓને રૂ 9.71 લાખનો દંડ ફટકાર્યો હતો.
માળીયા મીયાણા તાલુકાના સરવડમાં બોગસ દસ્તાવેજના સહારે વારસાઈ એન્ટ્રી થઈ હતી. અને તે અંગે માળિયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ બોગસ વારસાઈ એન્ટ્રી આધારે હળવદ તાલુકાના ખોડ ગામમાં જમીન ખરીદવામાં આવી હતી.જેનો કેસ મોરબી કલેક્ટરે સૌરાષ્ટ્ર ઘર ખેડ કાયદા હેઠળ ચાલી રહ્યો હતો.જેમાં આજે ક્લેક્ટરે આદેશ કરી હળવદ તાલુકાનાં ખોળ ગામની સરવે નંબર 279 પૈકી 1 જમીન બિન ખેડૂત દરજ્જે ખરીદી કરેલી હોય  જેથી અતુલ જોશી તેમજ અન્ય ત્રણ વારસદારો બિન  ખેડૂત જાહેર કર્યા હતા. અને સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોદ વહીવટ પટાવટ અને ખેતી જમીન વટ હુકમ 1949 ની કલમ 54 નો ભંગ કરી વેચાણ વ્યવહાર કરવામાં આવેલ હોય જે તપેલી અંગેનું વેચાણ વ્યવહાર 1949 ની કલમ 75 એ પેટા 1 થી મળેલ અધિકારના આધારે કલેકટરે ગેરકાયદેસર ફેરવ્યા હતા અને આ અંગે હક પત્રક દાખલ થયેલ નોંધ નંબર 918 તથા 927 અયોગ્ય ફેરવવામાં આવી છે
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW