મોરબી મહાનગરપાલિકા દ્વારા મનપા જાહેર થયા બાદથી જ વેરા વસુલાત માટે કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે અગાઉ નોટિસો અને મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવ્યા બાદ હવે વેરા ઉઘરાણી માટે નવી ટેકનોલોજી નો પણ ઉપયોગ શરૂ કર્યો છે મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લોકોને કચેરી સુધી ન આવવું પડે અથવા સર્વરના કારણે લોકોને ધક્કો ન થાય તેવા આશયથી મનપાકેરી દ્વારા એપ્લિકેશન અને વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે મનપા કચેરી દ્વારા હવે આ બંને માધ્યમો થકી પણ શહેરના વેરા વસૂલવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે માત્ર 15 દિવસમાં જ મનપાક કચેરીને 1.38 કરોડની આવક થઈ છે
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગો શરૂ કરવામાં આવ્યા છે તેમજ જુના વિભાગોને વધુ આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. જેના થકી લોકોને તેની મળવા પાત્ર તમામ સુવિધા ઝડપી અને યોગ્ય રીતે પૂરા પાડી શકાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. મનપા બન્યા ના માત્ર ગણતરીના દિવસોમાં બે ઝોન કચેરી કાર્યરત થઈ હતી અને બંને સ્થળોએ વેરા વસુલાત માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી જેના કારણે અગાઉ આસામીઓને વેરો ભરવા માટે મોરબી નગરપાલિકાની મુખ્ય કચેરી માટે આવવું પડતું હતું જેના બદલે બે અલગ અલગ જગ્યાએ વેરા વસુલાતની સગવડ ઊભી થતા લોકોને રાહત થઈ હતી. મહાનગરપાલિકા દ્વારા હજુ પણ વધુ સવલત લોકો સુધી પહોંચે જે આસામી તેમના ભરવા પાત્ર વેરા મનપા કચેરીએ આવ્યા વિના જ ભરવા માગતા હોય તેમના માટે વધુ એક સગવડતા ઉભી કરવામાં આવી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી છે આ બંને માધ્યમ થકી લોકો તેમના ઘર અને વ્યવસાયના સ્થળેથી જ ઓનલાઇન વેરો ભરી શકે છે આ સેવા શરૂ થયાના માત્ર 15 દિવસમાં જ મનપા કચેરીને 1,38,01, 217 રૂપિયાની આવક થઇ હતી અને આવનાર સમયમાં આ રકમ હજું પણ વધારો થાય તેવી શક્યતા મોરબી મનપા ના નાયબ કમિશ્નરે જણાવ્યું હતું

