મોરબી ના રવાપર ગામમા આવેલી ક્રિશ્ના સ્કુલથી એસપી રોડને જોડતા રોડ ને આરસીસીથી મઢવાની કામગીરીને મનપા દ્વારા મંજુરી આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદવાની કામગીરી શરુ કરી છે જોકે આ કામગીરી ને લઇ આ રોડ પર આવેલી સંસ્કાર રેસીડન્સી વિસ્તારના રહેવાસીઓએ મનપા કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું એ આ રોડ પર કાચી માટી કાઢીને ખોદવાનું કામ ચાલુ છે તેની પાસે એક એપાર્ટમેન્ટ અને એક ખેતર માં આ રસ્તો દબાઈ ગયો છે જેથી રોડ ખુબ સાંકડો બની ગયો હોય જેથી સૌ પહેંલા આ દબાણ દુર કરવામાં આવે અને બાદમાં રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત ત્યાંથી પસાર થતા વીજ પોલ પણ વાહન ચાલકો માટે અડચણ રૂપ બની શકે છે જેથી તેને પણ હટાવવામાં આવે અને સમગ્ર રોડની માપણી કરી નિયમ મુજબ મંજુર થયેલો રોડ પુરતી પહોળાઈ મુજબ બનાવામાં આવે તેવી માંગણી કરી છે
આ જ રીતે સંસ્કાર રેસીડન્સીમાં આવેલા ઓપેરા ટ્વીન્સ એપાર્ટમેન્ટ માં રહેતા નરેન્દ્રભાઈ સંતોકી અને નીરવભાઈ ભાડજાએ પણ કમિશ્નરને રજૂઆત કરી સૌ પ્રથમ પીવાના પાણીની લાઈન પાથરવામાં આવે બાદમાં રોડ નું કામ શરુ કરવા માં જેથી પાણીની વ્યવસ્થા માટે ફરી રોડ ખોદવાની જરૂરિયાત ન પડે તેવી માંગ આવી છે

