મોરબીના શકત શનાળા શક્તી પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઇ અરજણભાઇ જરુ ગત તા.- 17/08/2025ના રોજ તેની રાજપર રોડ પર આવેલ દુકાને બેઠા હતા. ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતા તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

