માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે માળિયાના બગસરા ગામે રેડ કરી હતી. જ્યાં મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિપુલભાઈ મનજીભાઈ પીપળીયા, જયેશભાઇ ઉર્ફે છગન હિરાભાઇ પીપળીયા અને પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયાને રોકડ રૂ. 1900ના મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.


