મોરબીથી પરિવાર સાથે મધ્ય પ્રદેશ ખાતે મહાકાલ ના દર્શન માટે આવ્યા હતા હતા પરત ઘરે જતી વખતે કડવો અનુભવ થયો હતો. ઇન્દ્રોર અમદાવાદ હાઈવે પર ચિકલીયા વળાંક પાસે શનિવારે અડધી રાત્રે લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી અને તેની કારમાં પંચર કરી કાર રોકાવી હતી બાદમાં મરચાંની ભૂકી છાંટી દાગીના અને રોકડ સહિત 25000ની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા.
મોરબીના એક વેપારી સંજયભાઈ તેના પરિવાર અને મિત્રો સાથે જીજે 36 એપી 6392 નંબરની કાર લઈ મહાકાલ ના દર્શન કરવા ગયા હતા.શનિવારે મોડી રાત્રે તેઓ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પાવાગઢ તરફ જવા પરત ફરી રહ્યા હતા ત્યારે ચિકલીયા વળાંક પાસે અચાનક તેની કારમાં પંચર થયું હતું જેથી વેપારી સંજયભાઈ અને તેના મિત્રો શક્તિ ભાઈ અને અરુણભાઈ કારમાંથી ઉતરી સ્પેર વ્હીલ બદલાવી રહ્યા હતા ત્યારે અચાનક પાછળ થી પાંચ જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા અને આંખમાં મરચાની ભૂકી છાંટી વેપારી પરિવાર સાથે મારમારી કરી હતી અને તેના વીંટી મંગળસૂત્ર અને રોકડ રકમ મળી 25,000થી વધુની કિંમતના મુદામાલ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા. ઘટના અંગેની સ્થાનિક પોલીસ ને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તપાસમાં આરોપીઓએ અગાઉથી પ્લાન મુજબ રોડ પર તીક્ષ્ણ પદાર્થ ના ટુકડા રોડ પર ફેકી ત્યાં રેકી ગોઠવી હતી જેવા વેપારી ઊભા રહ્યા કે તરત જ આ ગેંગ સક્રિય બની અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો બનાવ બાદ વેપારીએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા શનિવારે સવારે તિરલા સી એસ પી સુઝાવલ જગ્ગા, ટી આઈ જ્યોતિ પટેલ અને ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

