તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લા 28 આદિવાસી બાળકો ને રાજ્ય સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ અને વહીવટ તંત્ર દ્વારા ચેન્નઈના હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટર ની પ્રથમ વાર મુલાકાત કરાવવામાં આવી હતી . આજે ઈસરોથી તમામ છાત્રો પ્રવાસ પૂર્ણ કરી સુરત એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા જ્યાં આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ આવકારવા માટે પહોંચ્યા હતા
સુરત એરપોર્ટ ના કોન્ફરન્સ હોલ માં વિદ્યાથી ઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં વિદ્યાર્થી ઓ એ તેમના પ્રવાસ દરમિયાન ના અનુભવો જણાવ્યા હતા તાપી ના તારલા ઓ એ શ્રી હરિકોટા સ્થિત સ્પેસ પોર્ટ ઓફ ઇન્ડિયા તરીકે પ્રસિદ્ધ થયેલા સતીશ ધવન સ્પેસ સેંટર (ઈસરો) માં તેમને મેળવેલી માહીતે અંગે પણ લોકો ને જાણકારી આપી હતી
રાજ્ય સરકાર ના આદિજાતિ અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘ વિજ્ઞાન સેતુ – તાપી કે તારે ‘ અંતગર્ત તાપી જિલ્લાની 15 સરકારી શાળા ના વિજ્ઞાન પ્રવાહ ના 28 આદિવાસી છાત્રો ને 10 થી 13 ઑગસ્ટ દરમિયાન હરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેંટર ના ઓરવાસ નું આયોજન કરાયું હતું જેનો ઉદેશ આદિ વાસી વિષ્ટર ના તેજશવી વિદ્યાર્થી ઓ ને અવકાશ વિજ્ઞાન વિશે માહિત ગાર કરવાનો હતો

આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ વધે એ માટે માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી નવીન પહેલ પ્રેરણાદાયી છે. શિક્ષણના સંગમ સમાન આ પ્રોજેક્ટ- શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ થાય એ દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. તાપી જિલ્લાની જેમ આદિજાતિ જિલ્લાઓના બાળકો પણ પ્રેરક શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લઈ કારકિર્દીનું નવું ભાથું મેળવે એ માટે આદિજાતિ વિભાગ સક્રિયપણે યોગદાન આપશે.
કઈ રીતે થઈ હતી વિદ્યાર્થીઓની પસંદગી પ્રકિયા?
. . . . . . . . . . . . .
ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ ૧૫ શાળાઓના ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૦૯ અને ૧૦ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બની હતી. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે પસંદ કરાયા હતા.


