હળવદ વિસ્તારમાં ગત તા.- 08/08/2025ના રોજ સમલી ગામે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલવા તેમજ ચોર મુદામાલ રીકવર કરવા પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી રાજુ રામજીભાઈ ડાભી રહે. ગામ વીરપર તા. વાંકનેર જી. મોરબી વાળાને પોલીસે પકડી લઇ ચોરીમાં ગયેલ રોકડા રૂ.- 1,00,473, 1 મોબાઈલ ફોન અને એક બાઈક સહીતનો મુદામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

