HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામે વાડીમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, બે શખ્સોની ધરપકડ

મોરબીના ઉંચી માંડલ ગામે વાડીમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, બે શખ્સોની ધરપકડ

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબીના ઉંચી માંડલ ગામે રેડ કરી હતી. જ્યાં સ્મશાન પાસે તળાવની પાળ પાસે આવેલ કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 221 બોટલ અને 70 બીયર ટીન નંગ મળી કુલ કિં રૂ. 89,700ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી જોરૂભાઇ અજાભાઇ ભાટીયા અને જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયેશભાઇ બાવાજીનું નામ સામે આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW