મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર-નવાર પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ અસામાજિક ઈસમો શાહરુખભાઈ ઇકબાલભાઈ બુચડ રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં.-8 અને સાહિલભાઈ કરીમભાઈ ચાનીયા રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં.-8 વાળા વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ દ્વારા પાસની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જે બાબતે શાહરૂખ બુચડને વડોદરા જિલ્લા જેલ અને સાહિલ ચાનીયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટ બજવણી કરી મોકલવામાં આવેલ છે.

