HomeGujaratમોરબીની વાવડી ચોકડી પર દંપતીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પર હુમલો કર્યો

મોરબીની વાવડી ચોકડી પર દંપતીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પર હુમલો કર્યો

મોરબી સીટી ટ્રાફિક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબાએ આરોપી દર્શનભાઈ નવનીતભાઈ જાદવ અને દિશાબેન દર્શનભાઈ જાદવ રહે. બંને નાની વાવડી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જીગ્નેશભાઇ મોરબી સીટી ટ્રાફીક શાખામાં કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા હોય તે દરમિયાન બાઈક ચાલક દર્શનભાઈએ ટ્રાફીકને અડચણરૂપ થઈ ટ્રાફીક ભંગ કરતા જીગ્નેશભાઇએ ચલણ આપવાનું કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળા-ગાળી કરી જીગ્નેશભાઇ સાથે છુટા હાથની મારમારી કરી ઈજા કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW