HomeGujaratમોરબીના સિરામિક ઉદ્યોગને મળ્યો ફાયદો ગુજરાત ગેસે કર્યું પર ક્યુબીક રૂ3.25 નો...

મોરબીના સિરામિક ઉદ્યોગને મળ્યો ફાયદો ગુજરાત ગેસે કર્યું પર ક્યુબીક રૂ3.25 નો ઘટાડો કર્યો

સિરામીક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ભયંકર મંદીમાં ફસડાયેલ છે તે જગ જાહેર છે સ્થિતિ એટલી ખરાબ હતી કે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચના કારણે અનેક ફેક્ટરી કાયમી ધોરણે બંધ થઇ છે તો કેટલાક ઉદ્યોગ ટૂંકા ગાળા માટે બંધ થાય છે અને આ કારણે સિરામિક ઉદ્યોગકારો, મોરબી સિરામિક મેન્યુ, એસોસિએશન, તેમજ સ્થાનિક ધારાસભ્યો દ્વારા શક્ય તેટલો ગેસ ભાવ વધારો કરવા માંગણી કરવામાં આવી હતી લાંબા સમયની માંગણી બાદ ગુજરાત ગેસ લીમીટેડ  દ્વારા ગેસ ભાવ ઘટાડો કર્યો છે ગુજરાત ગેસ દ્વારા પર ક્યુબીક 3.25 નો ઘટાડો કરાયો છે મોરબી સિરામિક ઉદ્યોગમાં દૈનિક 25 લાખ ક્યુબીક ગેસ દરરોજની ડીમાંડ છે તે જોતા અંદાજીત 80 લાખથી વધુની રાહત થવાની શક્યતા છે.

 

આ તકે મોરબી સિરામિક એસો.પ્રમુખના વિવિધ  હોદેદારોના જણાવ્યા મુજબ મોરબી લાંબા સમયથી જે મંદીનો સામનો કરી રહ્યું હતું અને ઉત્પાદન ખર્ચ વધવાના કારણે અમે સરકાર સમક્ષ ગેસના ભાવમાં ઘટાડાની માંગણી કરી હતી સ્થાનિક ધારાસભ્ય હોદેદારો ને રજૂઆત કરી તેઓના સંયુક્ત પ્રયાસથી ભાવ ઘટાડો થયો છે

રાજ્ય સરકારના આદેશથી ગુજરાત ગેસ દ્વારા કરાયેલ ભાવ ઘટાડા માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાતિલાલ અમૃતિયાએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW