HomeGujaratહળવદના રણછોડગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

હળવદના રણછોડગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રણછોડગઢ ગામની સીમમાં પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મામા દેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા શંકરભાઇ હીરાભાઇ ધામેચા, રાયધનભાઇ તરશીભાઇ દઢૈયા, વિષ્ણુભાઇ વિરમભાઇ દઢૈયા, શીવાભાઇ સુખાભાઇ સિણોજીયા અને સંજયભાઇ લાભુભાઇ સુરેલા રહે. ગામ રણછોડગઢ તા. હળવદવાળાને રોકડ રૂ.-2250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. હળવદ પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW