HomeGujaratવાંકાનેરની એચ.એન દોશી આર્ટસ અને આર એન દોશી કોમર્સ કોલેજમાં અપૂરતી સીટ...

વાંકાનેરની એચ.એન દોશી આર્ટસ અને આર એન દોશી કોમર્સ કોલેજમાં અપૂરતી સીટ ના કારણે છાત્રોનું ભવિષ્ય ધુંધળું,વર્ગ વધારવા ધારાસભ્યની શિક્ષણ મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલી એચ.એન દોશી આર્ટસ અને આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેર તાલુકાની એકમાત્ર ગ્રાન્ટેડ કોલેજ છે. જેમાં આસપાસના 100 થી વધુ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે સમગ્ર તાલુકામાં એકમાત્ર ગ્રાન્ટેડ કોલેજ હોવાના કારણે મેરીટ આધારે એડમિશન આપવું પડે છે વિદ્યાર્થીઓને એડમિશન ન મળવાના કારણે તેઓને મોરબી અથવા રાજકોટ સુધી અભ્યાસ માટે જવું પડે છે ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓને અધવચ્ચે શિક્ષણ મૂકવું પડે તેવી પણ સ્થિતિ બને છે ત્યારે આ અંગે વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રાથમિક માધ્યમિક પ્રોડ તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરીયા ને લેખિત ભલામણ પત્ર મોકલ્યો છે જેમાં બંને કોલેજમાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યા ને ધ્યાને લઈ વર્ગનો વધારો કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે આ માટે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની જરૂરી સૂચના આપે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW