મોરબી શહેરના પ્રવેશ દ્વાર સમાન મહેન્દ્રનગર ચાર રસ્તા વિસ્તારથી ઔદ્યોગિક વિસ્તાર એવા પીપળી રોડ તેમજ હળવદ રોડ જોડાઈ રહ્યા છે એક સાથે ચાર રોડ જોડાઈ જતા હોવાના કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા 4 ગાળાનો ઓવર બ્રિજ મંજુર કર્યો હતો અને તેની કામગીરી ખાનગી એજન્સીને સોપાતા એજન્સી દ્વારા કામગીરી શરુ પણ કરી દેવાઈ હતી આ દરમિયાન આસપાસના વેપારીઓ દ્વારા આ બ્રિજની ડીઝાઇનથી ટ્રાફિક સમસ્યા વધવા અને તેમના ધંધા વ્યવસાયને અસર થવાનું કારણ આપી કામગીરી અટકાવી હતી અને બ્રીજ 4 ગળાના બદલે 8 કે તેથી વધુ ગાળાનો બનાવવા માંગણી કરી હતી જેના કારણે છેલ્લા 2 વર્ષથી કામગીરી ઠપ્પ પડેલી હતી હવે ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારાના માર્ગ મકાન વિભાગ દ્વારા આ બ્રિજ ની કામગીરી આગળ વધારવા આયોજન કર્યું છે માર્ગ મકાન વિભાગે આ બ્રીજ 4 ગાળાના બદલે 16 ગાળાનો કરવા મંજુરી આપી છે અને તેના માટે રૂ 80 કરોડ જેટલી માતબર રકમને મંજુરી આપી છે આગામી દિવસમાં બ્રિજની કામગીરી કરનાર જુના કોન્ટ્રાકટર પાસેથી જરૂરી કામગીરી પૂર્ણ કરી કોન્ટ્રાકટ રદ કરી તેને છુટા કરવા અને તેના બદલે નવી પ્રકિયા હાથ ધરવા સુચના માર્ગ મકાન વિભાગ દ્વારા આપવામાં આવી છે


