સ્વચ્છતા બાબતમાં વગોવાયેલ મોરબી શહેરની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અપૂરતા સફાઈ કર્મીઓ, અપૂરતા સાધનો અલગ અલગ વિભાગ વચ્ચે સંકલનનો અભાવની સાથે સાથે શહેરીજનોની પણ સફાઈ અંગેની બેદરકારીના કારણે દર વર્ષે મોરબી શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં શરમ જનક સ્થિતિમાં મુકાવવું પડે છે.વર્ષ 2024માં જયારે નગર પાલિકા અસ્તિત્વમાં હતી તે વર્ષમાં થયેલા સર્વેક્ષણમાં મોરબી શહેર જોડાઈ હતી દરમિયાન 2025માં મનપા અસ્તિત્વમાં આવતા મનપા દ્વારા શહેરની શિકલ બદલવાના પ્રયાસ શરુ થયા પણ ત્યાં સુધીમાં જાણે મોડું થઇ ગયું હોય તેવી સ્થિતિ બની છે વર્ષ 2024 -25 માં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણનું આજે પરિણામ જાહેર થઇ ગયું છે દેશની અલગ અલગ નગર પાલિકા મહાનગર પાલિકા વચ્ચે થતી સ્વચ્છતાની સ્પર્ધામાં ફરી એકવાર મોરબીને પછડાટ મળી છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં મોરબી શહેરને દેશમાં 321 મો રેન્ક અને સ્ટેટમાં 129 મો રેન્ક મળ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મોરબી મનપાને 41 રેન્કની પછડાટ મળી છે મોરબી મનપાને સ્વચ્છતા સર્વેક્ષણમાં 1500 માર્ક માંથી માત્ર 7383 માર્ક મળ્યા છે મોરબી મનપાનું પરફોર્મન્સ 2023માં થયેલા સર્વેક્ષણ કરતા પણ ખરાબ રહ્યું છે.2023માં મોરબી પાલિકાનો નેશનલ લેવલે 275 માં રેન્ક મળ્યો હતો. આ વર્ષે તંત્ર જુનો રેન્ક જાળવવામાંતો સફળ ન થયું પણ 41થી વધુ રેન્ક ડાઉન ગયો છે. આ વર્ષના રેન્કિંગ ઘટવાનું મુખ્ય કારણ કચરા એકત્રીકરણ,વૈજ્ઞાનિક ઢબે નિકાલ,મુખ્ય માર્ગ અને જાહેર શૌચાલય સફાઈ સહિતની તમામ કામગીરી માં અગાઉના વર્ષમાં પુરતું ધ્યાન આપવામાં ન આવ્યું હોવાથી રેન્કિગ ખરાબ થયું છે.
મોરબી શહેર 50 હજારથી 3 લાખની વસ્તીની કેટેગરીમાં સામેલ હતું જેમાં અલગ અલગ કેટેગરી મુજબ ડોર ટુ ડોર કચરા કલેક્શન, જાહેર સ્થળ ઓપન ગાર્બેજ મુક્ત,વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા જાહેર શૌચ મુક્ત, જાહેર શૌચાલયની સ્વચ્છતા, શહેરીજનોના ઓનલાઈન ફીડબેક સહિતની કામગીરી કરવાની રહે છે જોકે જાહેર થયેલા પરિણામ મુજબ મોરબી મહાનગર પાલિકામાં ડોર ટુ ડોર કામગીરી માટે 56 ટકા, સોર્સ ઓફ સેગ્રીગેશન માટે 23 ટકા પ્રોસેસિંગ માટે 94 ટકા,માર્કિંગ થયું છે આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સીટી માં એક પણ સ્ટાર મળ્યો નથી

