HomeGujaratમોરબી મનપાએ લાંબા સમયથી બંધ પડેલ હાઈમાસ્ટ પોલ શરુ કરવા કમર કસી

મોરબી મનપાએ લાંબા સમયથી બંધ પડેલ હાઈમાસ્ટ પોલ શરુ કરવા કમર કસી

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી મનપાના આવેલ મહત્વના તમામ સર્કલો કે જેની જેની ઉપર હાઈમાસ્ટ પોલ છે તે તમામ હાઈ માસ્ટ પોલ અને તેમાં આવેલ લાઈટો રીપેરીંગ કરી તેમજ જરૂર જણાયે નવી લાઈટો નાખીને ચાલુ કરવામાં આવેલ છે, જેના પરિણામે મોરબીના મુખ્ય માર્ગો અને ચોરાહાઓ પ્રકાશિત બન્યા છે. ત્યારબાદ મોરબીમાં આગામી સમયમાં કરવામાં આવેલ ટેન્ડર મુજબનું સ્ટ્રીટલાઈટનું મટીરીયલ પણ આવી ગયેલ છે અને આ મટીરીયલ થી મોરબી મહાનગરપાલિકાના ઘણા વિસ્તારો તેમજ મોરબીના તમામ મોટાભાગના વિસ્તારમાં આવરી લેવામાં આવેલ છે અને મોટા ભાગના વિસ્તારોમાં આવેલ લાઈટો ચાલુ કરવામાં આવી છે. આ કામગીરીથી મોરબી શહેરમાં રાત્રી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. આગામી દિવસોમાં બાકી રહેલા વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે તથા નવી લાઈટોની સ્થાપના કરીને સમગ્ર શહેરને વિસ્તૃત રીતે પ્રકાશિત બનાવાશે.

આમ જ મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા આ કાર્ય આગામી દિવસોમાં પણ તત્પરતા અને ગતિ સાથે ચાલુ રાખવામાં આવશે, જેથી મોરબી શહેર ઉજાસમય અને સુરક્ષિત બને તે હેતુથી સતત કામગીરી કરવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW