HomeGujaratવાંકાનેર સીટી પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા

વાંકાનેર સીટી પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા

પ્રથમ વાંકાનેર સીટી પોલીસે મિલપ્લોટના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા રૂડીબેન કરશનભાઇ ગોરીયા, અજયભાઇ મંગાભાઇ રાતોજા, ભુપતભાઇ ધરમશીભાઇ ઝાલા, શાહરૂખભાઇ હૈદરભાઇ જેડા, સતીષભાઇ રઘુભાઇ કઉડર, મહેશભાઇ પ્રેમજીભાઇ બાવળીયા, આશીફભાઇ નુરમામદભાઇ બ્લોચ, ક્રુણાલ મનસુખભાઇ માલકીયા, હસનભાઇ દોશમાહમદભાઇ મોવર અને અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા નામના દસ શખ્સો કુલ રૂ.- 16,100ના મળેલ મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાદમાં પોલીસે વાંકાનેરના જુના રાજાવડલા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા રાજેશભાઈ ગાંડુભાઈ દલસાણીયા, પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી અને કરણભાઈ શામજીભાઈ ડેડાણીયાને રોકડ રૂ.-16,400ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા તેમજ તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW