જીલ્લા વિકાસ અધિકારી દિવસમાં બેથી ત્રણ વાર પસાર થતા હોવા છતાં અજાણ ?
ગુલ્લી બાજ અધિકારીઓને સમયસર કચેરીમાં હાજરી પુરવા માટે વિવિધ કચેરીમાં ઓનલાઈન હાજરી માટે પંચિંગ મશીન મુકવામાં આવ્યું છે જેમાં કર્મચારી અને અધિકારીઓને પ્રવેશ કરતી વેળા અને બહાર જતી વખતે તેમાં હાજરી પૂરી ફરજીયાત જેવું હોય છે પરંતુ મોટાભાગની કચેરીમાં આવા મશીનો બિન ઉપયોગી અથવા બંધ હોવાથી ધૂળ ખાતા જોવા મળતા હોય છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવું જ એક ઓનલાઈન હાજરી પુરવા માટે પંચીગ મશીન રાખવામાં આવ્યું હતું પરંતુ હાલ આ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ખુદ જિલ્લા વિકાસ અધિકારી ગુલ્લી બાજ તલાટી કમ મંત્રીઓથી કંટાળીને ઓનલાઈન હાજરી પૂરવાનુ ફરજીયાત બનાવ્યું હતું આ ઉપરાંત અચાનક વિડીયો કોલ થકી તેનું સરપ્રાઈઝ ચેકિંગ કરી તલાટી મંત્રી અને અન્ય જિલ્લા પંચાયતનો ફિલ્ડના સ્ટાફનું લોકેશન તપાસવામાં આવતું હતું પરંતુ સમયાંતરે આ તમામ કામગીરી મૃત અવસ્થાએ પહોચી છે અને ઓનલાઈન હાજરીનું તલાટી કમ મંત્રી મંડળે પણ વિરોધ કર્યો હતો તેમ છતાં ઓનલાઈન હાજરીના આગ્રહી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં પંચિંગ મશીન બંધ હાલતમાં છે અને પાવર કેબલમાંથી પણ હટાવી દેવાયુ ત્યારે દિવસ દરમિયાન ખુદ જીલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ અને પદા ધિકારીઓ પસાર થતા હોય છે ત્યારે શું તેમના ધ્યાનમાં આ મશીન આવતું નહી હોય કે પછી જાણી જોઇને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે હાલ તો સરકારી કચેરીમાં સરકાર દ્વારા અરજદારોના સમયસર કામગીરી થાય તે માટે આવા મશીન મુકાયા છે પરંતુ જો બંધ હાલતમાં હોય તો સરકારનો હેતુ ક્યાંથી પાર પડશે

