ટંકારાના સાવડી ગામે રહેતા જવીબેન માવજીભાઇ દુબરીયા નામના વૃધ્ધા ગત તા. 18/06/2025ના રોજ પોતાના ઘરે ઇલેક્ટ્રીક વલોણા વડે છાસ બનાવતા હોય તે વખતે ઇલેક્રટ્રીક શોર્ટ લાગતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

