સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલની જમાવટ કર્યા બાદ ગત રાત્રીના મોરબી જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે પોણા 2 ઇંચથી લઇ 5 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો જેના પગલે સમગ્ર જીલ્લો તરબોર થઇ ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારના જળાશયમાં નવા નીર આવ્યા હતા હતો
મોરબી શહેરના ગત રાત્રીના પડેલા 5 ઈચ વરસાદને પગલે સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું હતું સમગ્ર શહેરના પાણીનો નિકાલ મચ્છુ 3 ડેમમાં થતો હોવાથી અડધી રાત્રીના મચ્છુ૩ ડેમમાં 75 કયુસેક આવક અચાનક વધી ગઈ હતી અગાઉથી આ ડેમ ભરાયેલ હોય અને નવું પાણી આવતા લેવલ જાળવવા સિંચાઈ વિભાગે ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત લાગતા ગત રાત્રીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલીઓ 75 કયુસેક પાણી ડેમમાં છોડવામાં આવ્યું હતું
આ પાણી છોડવાને કારણે ડેમના નીચાણવાળા ગામ ગોર ખીજડીયા,વનાળીયા,માનસર નારણકા નવા અને જુના સાદુળકા,રવાપર નદી ગુંગણ,જુના નાગડાવાસ,નવા નાગડાવાસ,અમરનગર,બહાદુર ગઢ,સોખડા માળિયા તાલુકાના દેરાળા,મેઘપર,નવાગામ,રાસંગ પર,વીર વિદરકા,માળિયા મી,હરીપર અને ફતેપર ગામના લોકોને એલર્ટ કર્યા હતા અને નદીના પટમાં અવર જવર ન કરવા તાકીદ કરાઈ હતી


