ટંકારાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઇ કગથરાએ ગઈકાલના રોજ સવારના છ વાગ્યાના અરસામાં પોતે પોતાની જાતે ટંકારા-લતીપર ચોકડી ઓવરબ્રીજ ઉપરથી કોઇ અગમ્ય કારણોસર પુલ ઉપરથી નિચે કુદકો મારતા નિચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.