HomeGujaratમોરબીમાં ભળેલા ગામમાં વિકાસ કામ માટે રૂ. ૩૯.૯૦ કરોડ મંજુર

મોરબીમાં ભળેલા ગામમાં વિકાસ કામ માટે રૂ. ૩૯.૯૦ કરોડ મંજુર

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ શહેરના જુના વિસ્તાર તેમજ નવી ભળેલી પંચાયતમાં પણ વિકાસ કામગીરી માટે માંગણી સતત વધી રહી છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ પીવાના પાણીની નવી લાઈન, તેમજ શહેર ના બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મોરબી મહાનગર પાલિકાની સિવિલ અને સીટી બ્યુટીફીકેશન વિભાગ દ્વારા રૂ ૩૯.૯૦ કરોડના  અલગ અલગ વિકાસ કામને સૈદ્ધાંતિક મંજુરી આપી છે આં મંજુરીમાં મોરબીના નવા ભળેલા  નાની વાવડી ગામમાં રૂ ૫૦ લાખની કિમતના પીવાના પાણીની લાઈનનું કામ, તેમજ રૂ ૫૦ લાખની કિમતનું ભૂગર્ભ ગટર લાઈનનું કામ,શનાળાથી ઘુનડા તરફ જતા રોડ પર રૂ ૪૦ લાખનું સ્ટ્રીટ લાઈટ  ફીટ કરવાનું કામ,શહેરના સામા કાંઠા વિસ્તારમાં નઝરબાગ  રેલ્વે સ્ટેશનથી ભડિયાદ ગામ તરફ જતા રોડનુ રૂ ૪ કરોડના ખર્ચે ડામર રોડ,કેદારીયા હનુમાનથી સેન્ટ મેરી સ્કુલને જોડતા રોડનું રૂ ૫૦ લાખનું કામ,એસપી મેઈન રોડને પહોળો કરવા અને સીસી રોડના કામ માટે ૮.૫૦ કરોડ, શનાળા ગામના અનુસુચિત જાતિ વિસ્તારમાં રૂ ૧.૫૦ કરોડના ખર્ચે સીસી રોડ  લીલાપર ગામની હદમાં આવેલા તળાવના બ્યુટીફીકેશન માટે રૂ ૧૫ કરોડ, શનાળા ગામમાં રૂ ૮ કરોડના ખર્ચે ઝોનલ ફાયર સ્ટેશન તેમજ બોરિયા પાટી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનનું કામનો સમાવેશ કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW