HomeGujaratરાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં 2231 બાળકોને પ્રવેશ અપાયા

રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં 2231 બાળકોને પ્રવેશ અપાયા

RTE એક્ટ 2009 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે  નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.જેમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં 93,270 જેટલા વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવી લીધો છે.બંને રાઉન્ડ બાદ નિયત સમયમર્યાદામાં 85,744 વિદ્યાર્થીઓએ શાળામાં રૂબરૂ જઈને પ્રવેશ મેળવી લીધો છે.

જે અંતર્ગત 6 જુનના રોજ યોજાયેલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં 2231 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 13 જૂન સુધીમાં શાળામાં રૂબરૂ જઈને પ્રવેશ નિયત કરાવી લ્રવાનો રહેશે.

RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ ગુજરાતી માધ્યમની 624,અંગ્રેજી માધ્યમની 4238,હિન્દીની 1919 અને અન્ય માધ્યમની 165 એમ કુલ 6946 જગ્યાઓ ખાલી છે.school

બંને રાઉન્ડ પુરા થતા ખાલી રહેલ 9159 જગ્યાને ભરવા માટે ત્રીજો રાઉન્ડ બાર પાડીને લાભથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓની પસંદગી 2 જુનથી શરુ કરાઈ હતી.આ સમયમાં કુલ 31 391 અરજદારોએ શાળાની પુનઃપસંદગી કરી હતી.બાકીના 51,057 અરજદારોએ પસંદ કરેલ શાળા યથાવત રાખી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW