HomeGujaratવાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ...

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સ પકડાયો

 

વાંકાનેર તાલુકા ટીમને મળેલ બાતમીના આધારે GJ-10-F-8160 નંબરની ઈનોવા કારનો ચાલક ઈનોવા કારમાં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવી રાજકોટ અથવા વાંકાનેર તરફ જનાર છે. જે બાતમીવાળી ઈનોવા કાર વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા જેને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર ચલાવી નીકળી ગયેલ જેથી કારનો ખાનગી વાહનો વડે પીછો કરી વઘાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારને રોકી ઈનોવા કારમાં ચેક કરતા કારમાંથી દેશી દારૂ લીટર 300 કિ રૂ. 60,000, ઈનોવા કારની કિ રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,60,000ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન એક ઈસમ શાનબાજ આશીફભાઈ મીર રહે.હાલ જોગાસર રોડ, પાણીની ટાંકી નાડીયાવાસ, ધાંગધ્રા તા.ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી તેમજ પકડાયેલ આરોપીની પુછપરછ કરતા દેશી દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રેહાનભાઈ ઈમરાનભાઈ પલેજા રહે.કાલીકા પ્લોટ મોરબી વાળો તથા દેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલભાઈ ઉર્ફે અમરદિપભાઈ ભાભલુભાઈ ગોવાળીયા રહે.ખાટડી તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર વાળા બન્નેના નામ ખુલતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તેમજ તમામ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW