HomeGujaratમોરબી મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા અને ગંદકી કરનાર લોકોને દંડ ફટકાર્યો

મોરબી મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા અને ગંદકી કરનાર લોકોને દંડ ફટકાર્યો

 

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. 27 મે થી 2 જૂન દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ 87 આસામી પાસેથી રૂ. 35,200નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતાં 25 આસામી પાસેથી રૂ. 13,600નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવનાર 3 આસામી પાસેથી રૂ. 1300, જાહેરમાં થુકનાર 5 આસામી પાસેથી રૂ. 700 તથા જાહેરમાં Urination કરતાં 1 આસામી પાસેથી રૂ. 100નો દંડ વસુલ કરવામાં આવ્યો.

તા. 02/096/2025ના રોજ માન.કમિશ્નર દ્વારા ઝોન નં. 3ની વિઝીટ કરવામાં આવી. જેમાં કમિશ્નર દ્વારા દરબારગઢ, નગર દરવાજા મેઇન રોડ, સિપાઈવાસ, ઝવેરી શેરી, વાંકાનેર બાલમંદિર, ગઢની રાંગ, સબ જેલની પાછળનો પ્લોટ જેવા વિવિધ વિસ્તારની વિઝીટ કરવામાં આવેલ. આ વિઝીટ| દરમિયાન 10 આસામી પાસેથી રૂ. 13,700નો દંડ વસુલ| કરવામાં આવેલ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશકર્તા 7 વેપારીને રેડ નોટીસ આપવામાં આવેલ તેમજ વધુમાં જણાવવામાં આવ્યું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત આલાપ રોડ પાસે આવેલ નાલુ, બિસ્મિલા હોટેલ થી બુઢાબાવાવાળી શેરીનું નાલુ, લુવાણાપરા શાક માર્કેટ પાસે આવેલ નાલાની સફાઈ તથા વીસી હાઈસ્કૂલ અંદરથી ધોળેશ્વર રોડ સુધી નાલાની સફાઈ હાથ ધરવામાં આવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW