સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વરસાદી પાણી પડવાને કારણે જૂની પુરાણી ઈમારતો તૂટી પડવાની ઘટના બનતી હોય છે અને આવી ઇમારતોના વહીવટી તંત્રે અગાઉથી સર્વે કરી તેને દુર કરવાના રહે છે જોકે માત્ર નામ માત્રની થતી કામગીરી ના કારણે જીવલેણ અક્સમાત થવાનો ભય રહે છે.મોરબીના નવા ડેલામાં શુક્રવારે આવી એક ઘટના સામે આવી હતી જેમાં રાવલ શેરીના નાકા પાસે બપોર ના સમયે એક દુકાનના બહારના છજાનો ભાગ તૂટી પડ્યો હતો જેના પગલે આસપાસ ડરનો માહોલ ફેલાયો હતો બનાવ વખતે કોઈ હાજર ન હોવાથી મોટી જાન હાની થઇ ન હતી પરંતુ શહેરના કેટલાય વિસ્તાર એવા છે જ્યાં આવી ઘટનામાં જીવ જવાની શક્યતા સેવાઈ રહી છે જે પૈકી વોર્ડ નં 5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના રહીશો છીએ. શેરીમાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જેમનું તેમ છે ભૂકંપમાં મકાન અતિ ક્ષતિગ્રસ્ત થયું હતું અને હજુ જેમની તેમ સ્થિતિમાં છે જેના માલિક આફ્રિકા નિવાસ કરે છે આ બાબતે તંત્ર દ્વારા નોટીસ પાઠવાઇ હોવા છતાં આજદિન સુધી કોઈ એક્શન લેવાયા નથી ચોમાસા દરમ્યાન જીવલેણ અક્સમાત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ બાબતે તંત્ર એક્શન લે તેવી રજૂઆત સ્થાનિકોએ કરી છે.

