HomeGujaratઆવતીકાલે રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ વાંકાનેર શહેર અને મોકડ્રીલના વિસ્તારમાં બ્લેક આઉટ...

આવતીકાલે રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ વાંકાનેર શહેર અને મોકડ્રીલના વિસ્તારમાં બ્લેક આઉટ કરાશે, લોકોને સહયોગ માટે અપીલ

મોરબી જિલ્લામાં સરકારના ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સના ભાગરૂપે આવતીકાલે ૨૯ મે ના રોજ વાંકાનેર શહેરી વિસ્તાર અને મોકડ્રીલ વિસ્તારમાં રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટ કરવામાં આવશે. ઉપરાંત સરકારના નિર્દેશ અનુસાર મોકડ્રીલનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે બ્લેકઆઉટ- અંધારપટમાં વાંકાનેરના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ આયોજનમાં જિલ્લાના આપદા મિત્રો અને સ્વયંસેવકોને સ્વૈચ્છિક રીતે જોડાવવા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી મોરબી જિલ્લાના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતીરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઓપરેશન શિલ્ડમાં સહભાગિતા દાખવી મોરબી જિલ્લામાં વાંકાનેર શહેરી વિસ્તાર અને મોકડ્રીલ વિસ્તારમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW