HomeGujaratમોરબી શહેરમાં ચોમાસા પહેલા જોખમી ગણાતા 106 હોર્ડિંગ દૂર કર્યા 

મોરબી શહેરમાં ચોમાસા પહેલા જોખમી ગણાતા 106 હોર્ડિંગ દૂર કર્યા 

મોરબી મનપા દ્વારા ચોમાસાં દરમિયાન ભારે પવનના કારણે કોઈ જીવલેણ અકસ્માત ન થાય તે માટે શહેરના 106 જેટલા હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા છે.

મોરબી નગર પાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે જાણે નગર પાલિકા તંત્ર કોઈ રાજકીય કે અન્ય દબાણ નીચે આડેધડ હોર્ડિંગ ખડકી દેવાયા હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા ન હતા, તેમાંથી કેટલાક તો શહેરની મધ્યમાં વાહન ચાલકોને પણ અડચણ રૂપ બને તે રીતે ખડેકેલ હતા હવે તંત્ર દ્વારા આવા આડેધડ લાગેલા હોર્ડિંગ પ્રિ મોન્સુન કામગીરીના ભાગરૂપે હટાવી દેવામાં આવ્યા છે. જોકે આમાંથી કેટલાક હોર્ડિંગ મંજૂરી ધરાવતા હોય પણ વાવાઝોડાની સંભાવનાને લઈને કોઈ દુર્ઘટના ન થાય તેના ભાગરૂપે સાવચેતી દાખવી ઊતરવામાં આવ્યા છે અને શહેરના લગભગ 106 થી વધુ નાના મોટા હોર્ડિંગ દૂર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 25 જેટલી જર્જરીત ઇમારતો પણ આઇડેન્ટીફાઇ કરી તેના માલિકોને નોટિસ આપી દેવાઈ છે. જે પૈકી કેટલીક ઇમારતોના માલિકો ઇમારત ઉતારવા સહમત થયા હોવાનો મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW