HomeGujaratરેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા...

રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા પંચાયત ફરીવાર મોક ટેસ્ટ યોજશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group–“D” (Level-1)ની એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે 14 જેટલી અલગ-અલગ ટેકનિકલ પોસ્ટની કુલ 32,438 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જેમાં વેસ્ટર્ન ઝોન અમદાવાદ માટે 4672 જેટલી અલગ અલગટેકનિકલ પોસ્ટની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા મોરબી જિલ્લાની અલગ-અલગ ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થાઓના સાથ સહકારથી આગામી તા. 15 જૂન 2025ને રવિવારના રોજ સવારના 10:30 થી 12:00 વાગ્યા સુધી ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્રો પર વિનામૂલ્યે મોક ટેસ્ટ લેશે.

જેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ઉમેદવારો માટે  યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, નજર બાગ, ભડિયાદ રોડ, મોરબી ખાતે, વાંકાનેર તાલુકાના ઉમેદવારો માટે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રીમતી ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, અમરસિહ  હાઇસ્કૂલ, તાલુકા પંચાયત રોડ, વાંકાનેર ખાતે તથા હળવદ તાલુકાના ઉમેદવારો માટે સાંદીપની ઈંગ્લીશ સ્કુલ, મોરબી-માળીયા ચોકડી પાસે, હળવદ ખાતે યોજવામાં આવશે. મોક ટેસ્ટ ઓ.એમ.આર. પ્રધ્ધતીથી અને રેલ્વે ભરતી બોર્ડના પરીક્ષાના સિલેબસ મુજબ લેવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ઉપર સવારે 10 કલાકે સ્વખર્ચે પહોંચવાનું રહેશે. આ મોક ટેસ્ટ આપવા ઇચ્છતા ઉમેદવારોએ જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ ઉપર મુકેલ લીંક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW