મોરબી તાલુકાના પ્રેમજીનગરમાં રહેતા ગુલાબ ભાઈ વેલજીભાઈ શેખવા ગત 18 નવેમ્બર 2021 ના રોજ રાત્રીના તેમની દુકાને બેઠા હતા ત્યારે આરોપી સુરેશ ચુનીલાલ વઘેરા તેની દુકાને માવો લેવા ગયો હતો જે બાદ ગુલાબભાઈ અગાઉ બાકી રાખેલા માવાના રૂપિયા ચૂકવવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયો હતો આ ઘટના બાદ ગુલાબભાઈ તેમજ જયેશભાઈ અને સુનીલ પરમાર સહિતના સુરેશને સમજાવવા ગયા હતા જોકે આરોપી સુરેશે ત્યાં પણ ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. તેમજ આરોપી મોહનભાઈ રવજીભાઈ વઘેરા ,તેનો દીકરો હસમુખ ઉર્ફે હસુભાઈ મોહનભાઈ વઘેરા કાંતાબેન ચુનીલાલ વઘેરા તેમના પતિ ચુનીલાલ વઘેરા, રાકેશભાઈ વઘેરા અને સુરેશભાઈ વઘેરાએ ગેર કાયદે મંડળી રચી મૃતક ગુલાબભાઈ તેમજ જયેશભાઈ અને સુનીલ પર ધોકા અને તલવારથી હુમલો કરી ગુલાબભાઈની હત્યા નીપજાવી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે જે તે સમયે મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.પોલીસ અધિકારીએ કેસની તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ કોર્ટમાં ફાઈલ કરતા કેસ મોરબી કોર્ટમાં તબદીલ થતા કેસની ટ્રાયલ શરુ થઇ હતી જેમાં ફરીયાદી વતી સરકારી વકીલ સંજય સી દવે એ ફરીયાદી તરફ કેસ લડી કોર્ટમાં દલીલો તેમજ કેસને લગતા જરૂરી આધાર પુરાવા રજુ કર્યા હતા પોલીસ તપાસ દરમિયાન રજુ કરેલા પુરાવા સાક્ષીઓના નિવેદન અને અન્ય પુરાવા આધારે આ કેસમાં ચુનીલાલ કમાભાઈ વઘેરા સામે લાગેલા વિવિધ આરોપી દોષિત સાબિત થતા મેજીસ્ટ્રેટ કે આર પંડ્યા એ આરોપીને IPC 302 હેઠળ 20 વર્ષની કેદ 50 હજાર દંડ IPC 307 હેઠળ 10 વર્ષની કેદ અને 50 હજારનો દંડ 323 એક વર્ષની કેદ અને 1000નો દંડ ને 324 મુજબ 1 વર્ષની કેદ અને 1000 દંડ તેમજ જીપીએ એક્ટ 135 કલમમાં 3 માસની કેદ ફટકારી હતી અને તમામ કેદ એક સાથે ભોગવવા અને દંડ ની રકમ પણ ભરપાઈ કરવા આદેશ કર્યો હતો જો દંડ ભરવામાં નિષ્ફળ જાય વધારા ની સજા પણ કોર્ટે સંભળાવી હતી
આ ઘટનામ અન્ય 5 આરોપી મોહનભાઈ રવજીભાઈ વઘેરા તેનો દીકરો હસમુખ ઉર્ફે હસુભાઈ મોહનભાઈ વઘેરા કાંતાબેન ચુનીલાલ વઘેરા રાકેશભાઈ વઘેરા અને સુરેશભાઈ વઘેરા સામે થયેલા આરોપ સાબિત ન થતા કોર્ટે શંકા નો લાભ આપી નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો

