HomeGujaratમોરબીના દલવાડી સર્કલ નજીકથી ક્રેટા કારમાંથી 432 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે શખ્સ...

મોરબીના દલવાડી સર્કલ નજીકથી ક્રેટા કારમાંથી 432 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે શખ્સ એક પકડાયો

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક GJ-12-DA- 8716 નંબર ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ રવિરાજ ચોકડી બાજુથી નિકળી રાજકોટ તરફ જનાર છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી ફોર વ્હીલ કારની વોચમાં કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ એપાર્ટમેન્ટની સામે રોડ ઉપર વોચમાં હોય તે દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-432, ક્રેટા કાર, 01 મોબાઇલ ફોન મળી કુલ રૂ.- 12,99,948ના મુદામાલ સાથે આરોપી રામારામ મેઘારામ તરડ રહે. ડુંગરી ગામ તા. સાંચોર જી.જાલોર રાજસ્થાનવાળાને પકડી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા અન્ય એક શખ્સ ટીંકુભાઇ રહે. ગાંધીધામવાળાનુ નામ સામે આવ્યું હતું. આ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

આ કામગીરીમાં એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. મોરબી તથા વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ર્લો સ્કોડ મોરબી તથા PSI, બી.ડી.ભટ્ટ એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW