HomeGujaratચોમાસુ શરૂ થવાને એક મહિનાથી ઓછો સમય બાકી મહેન્દ્રનગર ચોકડી થી રામધન...

ચોમાસુ શરૂ થવાને એક મહિનાથી ઓછો સમય બાકી મહેન્દ્રનગર ચોકડી થી રામધન આશ્રમનું અધૂરું કામ વાહન ચાલકોની મુશ્કેલી વધારશે 

મોરબી: ટુંક સમયમાં ચોમાસું આવી રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા મહેન્દ્રનગર ચોકડી થી માળીયા ફાટક સુધીનો નવો બનતો રસ્તામા હજુ ધણાં કામ બાકી છે, વહેલી તકે આ કામગીરી પૂર્ણ નહીં થાય તો ચોમાસાં દરમિયાન વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી શકે છે અને જો વરસાદી પાણી ભરાશે તો અકસ્માત કે ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ બાબતે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત કરી છે. 

મોરબી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની દેખરેખ નીચે આવતું મોરબી જેતપર રોડના વાઇડ અને રિકન્સ્ટ્રક્શનના કામમાં રામધન આશ્રમ થી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં બાકી રહેલ કામ પૂર્ણ કરવા જેવા કે ફાઈનલ સરફેસ કોટ બાકી છે એ પૂર્ણ કરવો. આપેલ ડીવાઈડર વચ્ચે બેઝ બનાવીને ફાઈનલ વર્ક પૂર્ણ કરવું. ડ્રેનેજ લાઇનના ઓપન ભાગ ને બંધ કરવા. મહેન્દ્રનગર નગર ચોકડી પર બ્રીજ નીચે રોડ કરવો. આ તમામ કામગીરી ઝડપી પુરી થાય તો ચોમાસામાં આમ જનતાને હાલાકી નો સામનો કરવો પડે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW