મોરબીના હાલ ઉંચી માંડલ ગામની સીમમા આવેલ ઓરીન્ડા સીરામીકની કોલોનીમાં રહેતા અને મૂળ યુપીના વતની અજીતભાઇ રાજપાલસીંહ યાદવ નામના યુવાને ગઈકાલના રોજ ઓરીંન્ડા સીરામીકની મજુર કોલોનીમાં કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે પંખામાં મફલર બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

