HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ હોટલમાંથી મેફેડ્રોનના પાવડર સાથે એક શખ્સની ધરપકડ

મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ હોટલમાંથી મેફેડ્રોનના પાવડર સાથે એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના અધારે મોરબી-વાંકાનેર હાઈવે રોડ ગુરુકૃપા કોમ્પલેક્ષની સામે આવેલ રામદેવ હોટેલ /ઢાબા માંથી આરોપી કાનારામ બાબુલાલ ડારા ધંધો-હોટલ, રહે.હાલ-મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી, મુળ રહે. બિશ્નોઇ કી ઢાણી, દાતીવાડા, જી. જોધપુર, રાજસ્થાન વાળાને માદક પદાર્થ મેફેડ્રોનના પાવડર 6 ગ્રામ રૂ. 60,000, 02 મોબાઇલ ફોન, રોકડા રૂ. 3940 તથા બે અલગ-અલગ ડીઝીટલ વજનકાંટા મળી કુલ રૂ.- 84,540નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપી કાનારામ બાબુલાલ ડારાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રમેશભાઇ બિશ્નોઇ રહે. ગામ-રાવર, તા.બિલાડા, થાના-કાપેડા, જી.જોધપુર, રાજસ્થાનવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW