ભારત દ્વારા પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન દ્વારા દેશમાં અચાનક ડ્રોન હુમલા નો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતની એર ડીફેન્સ સિસ્ટમે તેને નિષ્ફળ બનાવી હતી. જોકે આ દરમિયાન આર્મીની તપાસમાં આ ડ્રોન તુર્કીએ પાકિસ્તાનને પુરા પાડ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કરાંચી પોર્ટ પર તેનું યુદ્ધ જહાજ ગોઠવી જાણે ભારત સાથે દુશ્મનાવટ પર ઉતર્યું હોય તેવી સ્થિતિ બની હતી.
આજથી બે વર્ષ પહેલા તુર્કીમાં આવેલા ભૂકંપમાં ભારતે દોસ્તી ઓપરેશન થકી સૌથી પહેંલા મેડીકલ અને આર્મીની ટીમ મોકલી મદદ કરી હતી, તે મદદ ભૂલી ભારતના દુશ્મન દેશની મદદે જતા દેશભરમાં તુર્કી તેમજ આઝરબૈંઝાન નો વિરોધ શરુ થયો મહારાષ્ટ્ર કે તુર્કીથી સૌથી વધુ સફરજન ઈમ્પોર્ટ કરતું હતું તે બંધ કરી દીધું છે તો દેશના તમામ ટુર ઓપરેટરો તેમના તુર્કી અને અઝરબૈજાનના બુકિંગ કેન્સલ કરવાનું શરુ કરી દીધી છે ત્યારે મોરબીના ટુર ઓપરેટર એસોસીએશન પણ બાયકોટ તુર્કી અને બાયકોટ અઝર બૈજાનના અભિયાનમાં જોડાયું છે અને આ બન્ને દેશમાં એક પણ બુકિંગ લેવાનું બંધ કર્યું છે. આ ઉપરાંત અગાઉ જે ઈન્કવાયરી હતી તેવા ગ્રાહકોને પણ હાલ બુકિંગ રદ કર્યા હોવાની જાણ કરી છે.
આં અંગે ટુર ઓપરેટર જતીનભાઈ ફૂલતરીયાએ જણાવ્યું હતું કે ભારતીય સેના જયારે દુશ્મન દેશ સામે લડી રહી હતી ત્યારે તુર્કીએ દુશ્મન દેશને ડ્રોન અને જરૂરી સાધનો પુરા પાડી ભારતને નુકશાન પહોંચાડ્યું છે. તુર્કીની ઇકોનોમીમાં ભારતનો પણ હિસ્સો છે ખાસ કરીને ટુરિઝમ થકી વર્ષે અબજો રૂપિયાની ભારતમાંથી કમાણી કરે છે અને પાકિસ્તાનને મદદ પણ કરે છે ત્યારે એક ભારતીય તરીકે દેશ પ્રથમ છે. જેથી મોરબી ટુર ઓપરેટર એસો દ્વારા સહમતીથી તુર્કી અને અઝરબૈજાન ના બુકિંગ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી મે જૂન મહિના જે બુકિંગ હતા તે કેન્સલ કરી દેવાયા છે તો હાલ જે ઇન્ક્વાયરી આવે છે તેઓને પણ હાલ બુકિંગ બંધ હોવાનું જણાવીએ છીએ, અમારું પણ તુર્કીનું જવાનું પ્લાન હતું જે કેન્સલ કર્યું છે. સિરામિક ઉદ્યોગકારો બિઝનસ ટુર તરીકે તુર્કી વિઝીટ કરતા હોય છે. જોકે તાજેતરમાં જે રીતે પાકિસ્તાનને ડ્રોન અને અન્ય સાધનો આપીને દેશની સુરક્ષા ને નુકશાન પહોચાડવાનો પ્રયાસ કર્યો તે જોતા અમે પણ દેશની સાથે છીએ અને તુર્કીની ટુર કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. હાલ મોરબી સિરામિક ઉદ્યોગ વર્ષે 75 કરોડનું તુર્કી તેમજ 20 કરોડનું અજર બૈઝાનમાં વર્ષે એક્સપોર્ટ કરે છે એસો દ્વારા હજુ આ બાબતે કોઈ ચર્ચા થઇ નથી જો ઉદ્યોગ કારો સહમત થશે તો આગળનો નિર્ણય લેવામાં આવશે તેમ મોરબી સિરામિક એસો ના વિટ્રીફાઈડ એસો ના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું.

