મોરબી કલેક્ટર કચેરી ખાતે 11 માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની 1 જગ્યા (60,000 ના માસિક ફિક્સ પગાર સાથે) ઊભી કરવામાં આવી છે. આ જગ્યા તારીખ: 01/02/2025 થી વધુ 11 માસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જે જગ્યા ઉપર સરકાર દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજદારની ઉંમર આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ 50 વર્ષથી વધુ હોવી જોઈશે નહીં. આ અંગેના અરજી પત્રકનો નમુનો લાયકાત તથા અનુભવ અંગે મહેસુલ વિભાગના ઠરાવથી નક્કી કરેલ પરિશિષ્ટ-1, પરિશિષ્ટ-2 તથા પરિશિષ્ટ-3 મોરબી કલેક્ટર કચેરીની વેબસાઈટ https:// morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે. રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે તૈયાર કરેલ પસંદગી યાદી મુજબના ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું ઠરાવમાં દર્શાવેલ પરિશિષ્ટ-3 (1) ડી ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
અરજદારે સંપૂર્ણ વિગતે ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવના આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેકટર મોરબીના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રીફંડેબલ) રજૂ કરવાનો રહેશે. આ અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, મોરબી- 363642ની રજીસ્ટ્રી શાખામાં તારીખ:- 31/05/2025ના સાંજના 6 કલાક સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એ.ડી. અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.
સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો અને નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેવું મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીની યાદીમાં જણાવ્યું છે.

