HomeGujaratસેનાનું મોરલ ડાઉન થાય તેવી ફેસબુક પર પોસ્ટ કરનાર મોરબીના શખ્સ સામે...

સેનાનું મોરલ ડાઉન થાય તેવી ફેસબુક પર પોસ્ટ કરનાર મોરબીના શખ્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

પહેલગામ હુમલાની ઘટના બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ માહોલ સર્જાયો હતો. યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા સેનાનું મોરલ ડાઉનલોડ ન થાય કે આર્મી એરફોર્સ કે નેવી ની મોમેન્ટ કે દુશ્મનને ફાયદો પ્રકારે એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ ન કરવા આદેશ કર્યા હતા અને આવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના ને પગલે દેશભરમાં સોશિયલ મીડિયા પર થઈ રહેલી પોસ્ટની ફરિયાદ નોંધાઈ રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસે પણ આવી એક ઘટનામાં હાલ ફરિયાદ નોંધી છે આરોપીએ ફેસબુક આઇડી Jumabhai Sumara જેની પ્રોફાઇલ લીક https://www.facebook.com/share/1AQ965Yqhr પરથી જાણીજોઇને ઇરાદાપુર્વક કોઇ કોમ્પ્યુટર કે અન્ય ઇલેક્ટ્રોનીક સંસાધનો મારફતે ફેસબુક આઇડી પ્લેટફોર્મ પર જાહેરમાં સોશીયલ મીડીયામાં વાયરલ કરેલ છે.અને હાલમાં ભારત-પાકિસ્તાન સાથે તણાવના સંજોગોમાં દેશના માનનીય વડાપ્રધાન પીએમ નુ હાસ્ય સ્પદ ચિત્ર રજુ કરી દેશના સૈનિકોનું મનોબળ તોડવા પોતાની ખરાબ ઇચ્છા શક્તિથી નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરી નાગરિકો રાજય વિરૂધ્ધ ગુનો કરે તેવા મલિન ઇરાદાથી ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મુકતી ખોટી ગેરમાર્ગે દોરતી માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રચાર-પ્રસાર કરેલ છે.તેમજ સૈનિકોના પરાક્રમને બીરદાવવાના બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના મલિન ઇરાદાથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રચાર-પ્રસાર કરી સાર્વજનિક બગાડ તેમજ રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતા આક્ષેપો કરતી ફેસબુક પ્લેટફોર્મ પર પોસ્ટ કરી ગુન્હો કર્યો હોવાનું જણાવ્યું હતું આ. બનાવમાં મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ કલમ ૩૫૩(૨), ૧૯૭(૧)(ડી) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW